Sangath (સંગાથ )- Parthavi Varan

મુસીબતો ભલેને ગમે તેટલી આવે ,

તારી સાથે મારો સાથ હંમેશાં રહેશે.

તું જરાય ગભરાતી ના દીકરી ,

હાર જીત જીવનમાં થતી રહેશે .

પોતાને નિરાશ ના કરતી કદી ,

પ્રોત્સાહન આપવા મારા વેણ સાથે રહેશે.

મદદનીશ બનવા ખચકાટ ના કરતી ,

આશીષ આપવા મારું મન તૈયાર રહેશે.

દુષ્ટો સામે લડતા ગભરાટ ના રાખતી ,

સંભાળ રાખવા મારી છાયા સંગાથ રહેશે .

લોકોનું કલ્યાણ કરે એવી પ્રગતિ કરજે ,

ગર્વ લેવા મારી આત્મા વાટ જોશે .

છળ-કપટ -પ્રપંચને અપનાવતી ના કદી ,

સલાહ આપવા મારું મગજ તૈયાર રહેશે .

વિસ્મરણોને ભૂલી સંસ્મરણોને યાદ કરજે ,

યાદ કરાવવા તારા પિતા હંમેશાં સંગાથ રહેશે.